પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાઈપ્રોફાઈલ ભાગેડુ ઉદ્યોગપતિઓને સીધો સંદેશ આપ્યો છે.તેમને કહ્યું કે હાઈપ્રોફાઈલ ભાગેડુ ને પકડવા માટે કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે.તે લોકો પાસે પણ છેલ્લે ભારતમાં પરત આવવા સિવાય કોઈ વિકલ્પ નથી.
પ્રધાનમંત્રી મોદી આજે આર્થિક વૃદ્ધિ પર સંબોધન આપતા કહ્યું કે ભાગેડુ આરોપીઓને પરત લાવવા માટે કાયદાકીય રીતે બધા જ પ્રયાસો કરી રહ્યા છે. જેથી તેમના સીધો સંદેશ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તમે જાતે જ દેશમાં પરત આવી જાઓ અમે બધા જ પ્રયાસ કરી રહ્યા છીએ.
આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે વિજય માલ્યા તેમજ નીરવ મોદી જેવા ભાગેડુને પકડવા માટે પ્રયાસ તેજ કરી દીધા છે.તેઓએ સંબોધન આપતા લોકોને એવું પણ કહ્યું કે અત્યાર સુધીમાં પાંચ લાખ કરોડ રૂપિયા તો વસૂલી લેવામાં આવ્યા છે. સાથે તેમને કહ્યું કે દેશની અર્થવ્યવસ્થામાં નવી ઊર્જા સંચાર કરવા મજબૂત સ્થિતિમાં છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!