મિત્રો આજથી થોડાક દિવસો પહેલા દિલ્હીમાં એક કાળજુ કંપાવી દેનારી ઘટના બની હતી. આ ઘટનામાં એક આરોપીએ શ્રદ્ધા નામની દીકરીનો જીવ લઈને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. ત્યારે તેના જેવી જ બનેલી એક ઘટના હાલમાં રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં એક પરિણીત પ્રેમીએ પોતાની પરિણીત પ્રેમિકાનો જીવ લઇ લીધો હતો.
ત્યાર પછી ધારદાર કટાર લઈને પ્રેમિકાના શરીરના ટુકડા કરીને ઝાડિયોમાં ફેંકી દીધા હતા. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલા તેના પ્રેમીને લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. આરોપીના કીધા પ્રમાણે બે દિવસથી મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહની શોધખોળ શરૂ છે પરંતુ હજુ સુધી મહિલાનું મૃતદેહ મળ્યું નથી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનના નાગૌર જિલ્લામાં બની હતી. અહીં 30 વર્ષની ગુડ્ડી નામની મહિલા બાલસર ગામમાં રહેતી હતી. સમગ્ર ઘટનાને લઈને મહિલાના પિતાએ જણાવ્યું કે, 22 જાન્યુઆરીના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ સાસરે જઉં છું તેમ કહીને ગુડ્ડી ઘરેથી નીકળી હતી. ગુડ્ડી તેના સાસરે પહોંચી પરંતુ ઘરે પહોંચી આવી નહીં.
તેથી પિતાએ ગુડ્ડીના પતિને ફોન કર્યો ત્યારે તેને જણાવ્યું કે ગુડ્ડી અહીં નથી. મેં જ્યારે ગુડ્ડીના મોબાઈલ પર ફોન કર્યો ત્યારે તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેના પગલે 24 જાન્યુઆરીના રોજ ગુડીના પિતાએ ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. દીકરીના પિતાનો આરોપ છે કે પોલીસે આ કેસને લઈને કોઈ રસ દાખવ્યો ન હતો.
ત્યારે ગુરૂવારના રોજ નાગૌર શહેરના રિકો વિસ્તારમાં ઓઢણી-ઘાઘરા, લાંબા વાળ, પગનું હાડકું અને એક જડબું મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે ખળભળાટ મચી ગઈ હતી. સંબંધીઓનો દાવો હતો કે આ કપડાં ગુડ્ડીના છે. ત્યારબાદ પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને એક્શનમાં આવી હતી. તપાસ દરમિયાન નાનુરામ નામના એક વ્યક્તિએ જણાવ્યું કે, 22 જાન્યુઆરીના રોજ ગુડ્ડીને અનોપા રામ નામના વ્યક્તિ સાથે જોઈ હતી. તે બંને બાઈક પર સવાર થઈને નાગૌર તરફ જઈ રહ્યા હતા.
ત્યારબાદ પોલીસે અનોપા રામને ઝડપી પાડ્યો હતો. ગુરુવાર અને શુક્રવારના રોજ બે દિવસની પૂછપરછ દરમિયાન તેને જણાવ્યું કે, ગુડ્ડી અને તે એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેનું ઘણા સમયથી અફેર ચાલતું હતું અને બંને પરીણિત હતા. ગુડ્ડી તેને લગ્ન માટે સતત દબાણ કરતી હતી. આરોપીએ જણાવ્યું કે 22 જાન્યુઆરીના રોજ ઝાડીઓમાં ગુડ્ડી ને લઈ જઈને ધારદાર વસ્તુ વડે તેનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ તેના મૃતદેહના ત્યાં જ ટુકડા કરીને ફેંકી દીધા હતા.
હાલમાં તો પોલીસ આરોપીએ બતાવેલી જગ્યા પર મહિલાનો મૃતદેહ શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાની જાણ થતા જ મૃતક ગુડી ના પરિવારજનો માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે ગુડ્ડીનું મૃતદેહ મળ્યા બાદ આ સમગ્ર ઘટનાને લઈને ખુલાસો થશે. આરોપીએ પણ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો