ભૂત આવ્યું કે શું..? ડ્રાઈવર વગરનું ઝડપી ટ્રેક્ટર પેટ્રોલ પંપમાં ઘૂસી ગયું અને પછી તો કંઈક એવું થયું કે… જાણો શું છે ડ્રાઈવર વગરના ટ્રેક્ટરની હકીકત…જુઓ વાયરલ વિડિયો…

Published on: 9:04 pm, Sat, 4 February 23

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ અકસ્માતના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં ડીસાના દામા નજીક બનેલી અક વિચિત્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. અહીં એક ડ્રાઇવર વગરના ચાલતા ટ્રેક્ટરને જોઈને ત્યાં હાજર લોકો હચમચી ગયા હતા.

ડ્રાઇવર વગરનું ટ્રેક્ટર સીધું આવીને પેટ્રોલ પંપ પર ઉભેલી એક ગાડી સાથે અથડાયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ચાલક વગરનું ટ્રેક્ટર ખૂબ જ ઝડપથી આવીને પેટ્રોલ પંપ પર ઉભેલી કાર સાથે અથડાય છે.

જેના કારણે ઘટના સ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ વિચિત્ર અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. પરંતુ ટ્રેક્ટરની ટક્કરના કારણે ગાડી પેટ્રોલ પંપની ઓફિસની અંદર ઘૂસી ગઈ હતી. જેના કારણે ઓફિસમાં નુકસાન થયું છે.

જ્યારે ડ્રાઇવર વગરનું ટ્રેક્ટર પેટ્રોલ પંપમાં ઘૂસી આવ્યું ત્યારે ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ટ્રેક્ટર લગભગ 100 ફૂટ દૂરથી ડ્રાઇવર વગર ચાલીને કાર સાથે અથડાયું હતું. સમગ્ર ઘટનાની હકીકતે જાણીએ તો, ટ્રેક્ટર ચાલક ચાલુ ટ્રેક્ટર એ અચાનક જ બેભાન થઈ ગયો હતો જેના કારણે તે રોડ ઉપર ઢળી પડ્યો હતો.

જેના કારણે ટ્રેક્ટર ડિવાઈડર કૂદીને લગભગ 100 ફૂટ દૂર પડેલી ગાડી સાથે આવીને અથડાયું હતું. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ડ્રાઇવર વગરનું ટ્રેક્ટર ખૂબ જ ઝડપથી ગાડી તરફ આવતો જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ટ્રેક્ટર ખૂબ જ ઝડપમાં આવીને કાર સાથે અથડાયું હતું.

આ ગંભીર અકસ્માતની ઘટના ડીસા થી થરાદ જતા હાઇવે પર દામા ગામ નજીક આવેલા શ્રીરામ પેટ્રોલ પંપ પર બની હતી. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં ગાડીને અને પેટ્રોલ પંપમાં ઓફિસને નુકસાન પહોંચ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો