રાધાકૃષ્ણ મંદિર ને ફરીથી બનાવવામાં આવે અને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે એ મારી માગણી છે : આપ

Published on: 6:35 pm, Sat, 6 August 22

નવસારીમાં તોડી પડાયેલા રાધાકૃષ્ણ મંદિરનું ફરી એકવાર નિર્માણ કરીને લોકોની આસ્થા નું સન્માન જાળવવા અને શ્રદ્ધાળુ મહિલાઓને ન્યાય અપાવવા તેમજ આ ઘટના માટે જવાબદાર એવા નવસારી નગરપાલિકાના પ્રમુખને બળ તરફ કરવા બાબતે આમ આદમી પાર્ટીના નવસારીના સ્થાનિક નેતાઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

આમ આદમી પાર્ટીના નવસારી જિલ્લા પ્રમુખે જણાવ્યું કે આપણો ભારત દેશ આસ્થા અને શ્રદ્ધાની આધ્યાત્મિક ભૂમિ છે અને દેશના મંદિરોએ દેશની ધરોહર છે. આ મંદિરોનું જતન કરીને લોક આસ્થાને સન્માન આપવું એ આપણી ફરજ છે પણ એનાથી એક કદમ વિપરીત કૃત્ય નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ ના ઇશારે પાલિકા પ્રશાસન અને પોલીસ દ્વારા 26 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પોતાની આસ્થા નું કેન્દ્ર એવા મંદિરનું રક્ષણ કરવા આગળ આવેલી મહિલાઓ સાથે પોલીસ દ્વારા અભદ્ર વતન કરવામાં આવ્યું હતું. એકદમ ગંભીર અને લોક આસ્થાને ઠેસ પહોચાડનારી બાબત છે.ફરીવાર એ જગ્યાએ તાત્કાલિક ધોરણે ભવ્ય મંદિરનું નિર્માણ કરી આપવામાં આવ્યા અને મહિલા શ્રદ્ધાળુ સાથે અભદ્ર અને બબરતા પૂર્ણ

વર્તન કરનાર પોલીસ કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવે અને સમગ્ર ઘટના માટે જવાબદાર એવા નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખને તાત્કાલિક પગ ભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.આ સાથે અમે જણાવ્યું કે જો આ માંગણીઓ નહી સંતોષાય તો સ્થાનિક લોકોને સાથે રાખીને અમે ગાંધીચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરીશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાધાકૃષ્ણ મંદિર ને ફરીથી બનાવવામાં આવે અને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે એ મારી માગણી છે : આપ"

Leave a comment

Your email address will not be published.


*