પુરપાટ ઝડપે આવતી એક કાર 6 કાર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, પ્રેગનન્ટ મહિલા સહિત 5 લોકોના મૃત્યુ – જુઓ ભયાનક રોડ અકસ્માતનો વિડીયો…

Published on: 6:42 pm, Sat, 6 August 22

આજકાલ દેશ-વિદેશમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ગંભીર અને ભયાનક માર્ગ અકસ્માતની ઘટનાના વિડીયો જોયા હશે. જે જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. ત્યારે અમેરિકામાં લોસ એન્જલસમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ ગંભીર અકસ્માતની ઘટના વિન્ડસર હિલ વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ બની હતી. આ અકસ્માતની ઘટનામાં ઝડપે આવી રહેલી એક કાર ટ્રાફિક સિગ્નલ તોડીને છ કાર સાથે અથડાઈ હતી.

આ ઘટનાનો વિડીયો શનિવારના રોજ સામે આવ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં એક પ્રેગનેટ મહિલા, એક બાળક સહિત પાંચ લોકોના મૃત્યુ થયા છે.

આ ઉપરાંત નવ લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. બીજા ગ્રસ્ત થયેલા લોકોમાં છ બાળકો હતા. જેમની ઉંમર એક વર્ષથી 15 વર્ષ વચ્ચેની છે. હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે પુર પર ઝડપે આવી રહેલી કાર 37 વર્ષની મહિલા ચલાવી રહી હતી.

પોલીસે મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં કાર ચાલક મહિલા પણ ઇજાગ્રસ્ત થઈ હતી, હાલમાં તેની પણ ચાલી રહે છે. અકસ્માતની ઘટના બની આબાદ કારમાં અચાનક આગ લાગી ઉઠી હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પુરપાટ ઝડપે આવતી એક કાર 6 કાર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, પ્રેગનન્ટ મહિલા સહિત 5 લોકોના મૃત્યુ – જુઓ ભયાનક રોડ અકસ્માતનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*