પૂર્વ પત્નીનો જીવ લેવા માટે, સેન્ટ્રલ IBના ઇન્સ્પેક્ટરે તરીકે ફરજ બજાવતા પૂર્વ પતિએ સુપારી આપી હતી – જાણો સમગ્ર ઘટના

Published on: 5:51 pm, Sat, 6 August 22

અમદાવાદ આશરે 2 અઠવાડિયા પહેલા વેજલપુરમાં એક મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાનો ભેદ ઉકેલાયો છે. મહિલાનો જીવ તેને જ પૂર્વ પતિના ઇશારે લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પૂર્વપતિમાં સેન્ટ્રલ આઈબી ફરજ બજાવતો અધિકારી છે. જેની શોધખોળ હાથ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર લગભગ બે અઠવાડિયા પહેલા વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદ સીટી વિભાગમાં મનીષા બુધેલ નામની મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને હવે મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર મનીષાનો જીવ લઈને તેના મૃતદેહને તેના ઘરમાં મૂકીને આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ સમગ્ર ઘટના બન્યા બાદ આરોપીને પકડવાની કામગીરી ઉપર લાગી ગઈ હતી. ત્યારે આ અંગે તપાસ કરતા ઝોન 7 એલસીબીની ટીમે તેલંગાણા પાસેથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ કર્યા બાદ આ ઘટનાની હકીકતો સામે આવી હતી. આરોપી યુઓકે જણાવ્યું કે તેની સાથે આ ઘટનામાં અન્ય બે આરોપીઓ સામેલ છે.

પોલીસે ખલિલુદ્દીન સૈયદ નામના આરોપીની ધરપકડ કરી છે.મળતી માહિતી અનુસાર મહિલાનો પૂર્વ પતિ રાધાકૃષ્ણ મધુકર સેન્ટ્રલ આઇબીમાં પીઆઇ તરીકે ફરજ બજાવે છે. રાધાકૃષ્ણ મધુકરના ઈશારા પર તેની પત્નીનો જીવ લેવામાં આવ્યો છે તેવું સામે આવી રહ્યું છે. જેને લઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃત્યુ પામેલી મહિલા મનીષા અને તેના પતિ વચ્ચે ભરણ પોષણનો કેસ ચાલતો હતો. આ કેસમાં કોટે મનીષાના પતિને 30 હજાર રૂપિયા નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. જેના કારણે પતિ ખૂબ જ કંટાળી ગયો હતો. તેને આ વાતની જાણ પોતાના મિત્ર ખલિલુદ્દીન સૈયદને કરી હતી. ત્યારબાદ ખલિલુદ્દીન સૈયદ પોતાના બે મિત્રોને ઘટનાના દસ દિવસ પહેલા અમદાવાદ લાવીને રેકી કરાવે છે અને તેઓ એક ખાનગી હોટલમાં રોકાયા હતા.

19 જુલાઈના રોજ આરોપીએ મનીષા નો જીવ લઇ લીધો હતો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બની આ બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. વાહનના નંબરના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. પોલીસે આ સમગ્ર ઘટના એક આરોપીની ધડકડ કરી લીધી છે, હજુ અન્ય ત્રણ આરોપીની શોધખોળ ચાલુ છે. આ સમગ્ર ઘટનાને લઈને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ આ ઘટનાના અનેક છોકરાઓના ખુલાસાઓ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પૂર્વ પત્નીનો જીવ લેવા માટે, સેન્ટ્રલ IBના ઇન્સ્પેક્ટરે તરીકે ફરજ બજાવતા પૂર્વ પતિએ સુપારી આપી હતી – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*