લગ્નની ખુશીમાં છવાઈ ગયો માતમ : લગ્નના ફેરા ફરે એ પહેલાં જ વરરાજાનું મૃત્યુ, સાથે એક મિત્રનું પણ મૃત્યુ…

Published on: 4:37 pm, Thu, 10 February 22

સરસ્વતી તાલુકાના વાહણા ગામના બે મિત્રોના આસેડા નજીક અકસ્માતમાં મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર બંને મિત્રો રવિવારના રોજ સાંજે ડીસા તાલુકાના ધરપડા ગામે સાંજે બાઇક લઇને લગ્નમાં જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક બાઇક સ્લીપ થઇ જતાં બંને રોડ પર પટકાયા હતા.

અકસ્માતમાં બંનેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બંનેને સારવાર માટે ખાનગી વાહનમાં ડીશા અને ત્યારબાદ પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંને મિત્રોનાં વારાફરથી મૃત્યુ થયા હતા. બંનેના મૃત્યુની જાણ થતાં જ આખું ગામ હિબકે ચડયું હતું.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ભરતજી બચુજી ઠાકોર પરીણિત હતો. છ મહિના પહેલાં જ તેના ઘરે દીકરાનો જન્મ થયો હતો. પિતાના મૃત્યુના કારણે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

એક જ સાથે અકસ્માતમાં ગામના બે મિત્રોના મૃત્યુ થતા આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર ભરતજી બચુજી ઠાકોર અને ભરતજી પ્રધાનજી ઠાકોર બંને મિત્રો રવિવારના રોજ રાત્રે બાઈક લઈને લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા.

ત્યારે ડીસા તાલુકાના ધરપડા-આસેડા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક તેમની બાઇક સ્લીપ ખાઇ ગઇ હતી. આ ઘટનામાં બંને મિત્રો ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર બચુજી ઠાકોરનું મૃત્યુ પાલનપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારના રોજ થયું હતું. જ્યારે મંગળવારના રોજ રાત્રે મહેસાણા ખાતે પ્રધાનજી ઠાકોરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નની ખુશીમાં છવાઈ ગયો માતમ : લગ્નના ફેરા ફરે એ પહેલાં જ વરરાજાનું મૃત્યુ, સાથે એક મિત્રનું પણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*