લગ્નની ખુશીમાં માતમ છવાયો..! બાઈક પર સવાર પતિ-પત્નીને બોલેરો ચાલકે કચડી નાખ્યા, પતિની નજર સામે પત્નીનું ઘટના સ્થળે મોત…

Published on: 6:01 pm, Sat, 11 March 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હળવદ હાઇવે ઉપર આવેલી જીઆઇડીસી પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો કાર બાઈક પર સવાર પતિ પત્નીને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર પતિ-પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા પુરુષને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો અકસ્માતની જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા જયાબેન રાયસીંગભાઈ સીપરા અને તેમના પતિ રાયસીંગભાઇ ધ્રાંગધ્રા તાલુકાના વરતપુર ગામમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ બંને બાઈક પર ઘર તરફ આવી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં પાછળથી આવતા MH 05 AZ 0090 નંબરની બોલેરો કારે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં રાયસીંગભાઇ અને તેમના પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં જયાબેનને ગંભીર ઇજા પહોંચવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે રાયસીંગભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. બોલેરો કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ બોલેરો કાર પણ રોડની સાઈડના ખાડામાં પલટી ખાઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નની ખુશીમાં માતમ છવાયો..! બાઈક પર સવાર પતિ-પત્નીને બોલેરો ચાલકે કચડી નાખ્યા, પતિની નજર સામે પત્નીનું ઘટના સ્થળે મોત…"

Leave a comment

Your email address will not be published.


*