મોરારીબાપુ ફરી ચર્ચામાં, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો ક્લિપ મુદ્દે બોટાદની મહિલા એ કરી આ માંગ

Published on: 10:30 am, Mon, 27 July 20

રામાયણ કથાકાર મોરારી બાપુની ભગવાન શ્રીકૃષ્ણ અંગેના વિધાન સાથેની તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો ક્લિપ પ્રકરણ બોટાદના એક મહિલાએ બોટાદ થી લઇ રાજ્યના પોલીસ મહાનિદેશક ને પત્ર લખી તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરેલ છે.

બોટાદના રાજપુત ચોરા , જુના સ્વામિનારાયણ મંદીર સામે રહેતા વૈશાલીબેન પાટડિયાએ તારીખ 8 જૂન 2020 ના રોજ બોટાદ પોલીસ સ્ટેશનના પીઆઇ ને સંબોધીને એક અરજી આપી હતી .જેમાં કથાકાર મોરારિબાપુએ મીડિયાના માધ્યમથી અરજદારના આરાધ્યદેવ શ્રીકૃષ્ણ અને શ્રી નીલકંઠવર્ણી નું અપમાન કર્યાનો આક્ષેપ કર્યો હતો .

અરજદાર એ અરજીમાં એવા પણ આક્ષેપ કર્યો હતો કે દેશભરમાં કરોડો લોકો કૃષ્ણ ભક્તિ અને શ્રદ્ધાથી જીવન ગુજારે છે. ત્યારે , તેમને બહુધા વર્ગ ને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અરજદાર એ અરજીમાં ઉમેર્યું હતું કે, મોરારીબાપુ વારંવાર આવું કૃત્ય જાહેરમાં કરી પછી માફી માગે છે . તેમને આ દેશના કાયદાનું જ્ઞાન નથી.