મોદી સરકાર 1 ઓગસ્ટ થી દેશભરમાં ફરી લોકડાઉન લગાડશે? આજરોજ મોદી સરકારની મુખ્ય મંત્રીઓ સાથે બેઠક

4280

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ દેશના તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તેના કારણે દેશમાં ફરી લોકડાઉન લાગશે કે નહીં એવી ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. જો કે કેન્દ્ર સરકારના સૂત્ર આ શક્યતાને નકારી રહ્યા છે. 31 જુલાઇના રોજ અનલૉક 2 પૂરું થાય છે તેથી 1 ઓગસ્ટથી ફરી દેશ વ્યાપી લોકડાઉન ની અટકળો ચાલી રહી છે.

કોરોના ના કારણે લોકડોઈન લાદવાની ફરજ પડી પછી લોકડાઉન લંબાવવા સહિતના મુદ્દે નરેન્દ્ર મોદી રાજ્યના તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લે છે. તેના કારણે અટકળો ચાલી રહી છે . હાલમાં કોરોના ના કેસો વધી રહ્યા છે . તેના કારણે સંખ્યાબંધ રાજ્યોને 31 જુલાઈ સુધી લોકડાઉન લાવવાની ફરજ પડેલ છે.

સૂત્રોનાતે મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના ના સંક્રમણ ને રોકવા મુદ્દે ચર્ચા કરશે. આ ઉપરાંત 31 જુલાઈના રોજ અનલૉક 2 પૂરું થાય છે. ત્યારે અનલોક 3 દરમિયાન શુ વધારાની છૂટછાટ આપવા અંગે પણ મોદી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.