પીએમ મોદીએ ‘મન કી બાત’ માં કરછ ને લઈને કરી મોટી વાત , જાણો વિગતે

Published on: 2:27 pm, Mon, 27 July 20

પ્રધાનમંત્રી મોદીએ આજે 67 મી વખત રેડિયો ના કાર્યક્રમ પર મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું . આ દરમિયાન તેમણે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી . તેમાં તેમણે બિહાર અને આસામમાં આવેલા પૂરની સાથે કોરોના મહામારી ના પડકારો નો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ દરમિયાન પીએમ મોદીએ ગુજરાતના કચ્છમાં ખેડૂતો દ્વારા થઈ રહેલી ડ્રેગન ફુટ ની ખેતી નો ઉલ્લેખ કર્યો હતો . મોદીએ કહ્યું , આજકાલ કચ્છમાં ખેડૂતો ડ્રેગન ફ્રુટ ની ખેતી માટે પ્રશંસનીય કામ કરી રહ્યા છે. અને જ્યારે સાંભળે છે તો તેમને આશ્ચર્ય થાય છે કે કચ્છ અને ડેગનફુટ . પરંતુ આજે ત્યાંના અનેક ખેડૂતો આ કાર્યમાં લાગેલા છે.

ફળની ગુણવત્તા અને ઓછી જમીનમાં વધારે ઉત્પાદન ને લઈને અનેક ઇનોવેકશન કરવામાં આવી રહ્યા છે. ડ્રેગન ફુટ ની લોકપ્રિયતા વધી રહી હોવાનું મને જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને નાસ્તામાં તેનો ઉપયોગ વધ્યો છે. દેશ ને ડ્રેગન ફુટ ની આયાત ન કરવી પડે તેવો કચ્છના ખેડૂતો નો સંકલ્પ છે.