મોટા સમાચાર : ગુજરાત પોલીસમાં ભરતી માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

Published on: 9:36 am, Fri, 1 October 21

સરકારી નોકરી માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમ દરમિયાન મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું છે કે પોલીસ વિભાગમાં 28500 નવી ભરતીઓ કરવામાં આવશે અને આવનારા દિવસોમાં આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

ત્યારે કોરોના મહામારી ના કારણે છેલ્લા બે વર્ષથી અટકી પડેલ ભરતીઓ એક બાદ એક આવી રહી છે.આ પહેલા પંચાયત વિભાગમાં પણ 15000 ની ભરતી આવશે જેની સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને આમ જ પોલીસ ની 28500 અને પંચાયત વિભાગ ની 15000 થઈ 40 થી 42000 ની મોટી ભરતી ની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

આપને જણાવી દઇએ કે હજુ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.ગુજરાત પોલીસ વિભાગ દ્વારા લેવનારી LRD ભરતી માટે એક બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડની રચના પોલીસ વર્ગ 3 માટે કરવામાં આવી છે.LRD ભરતી બોર્ડ માં ચાર જેટલા IPS નો સમાવેશ કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોટા સમાચાર : ગુજરાત પોલીસમાં ભરતી માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત"

Leave a comment

Your email address will not be published.


*