24 કલાકમાં જ ગુલાબ બની જશે શાહીન,આગામી દિવસમાં પવન સાથે અતિભારે વરસાદની આગાહી

Published on: 9:55 am, Fri, 1 October 21

બંગાળની ખાડીમાં સર્જાયેલું ગુલાબ વાવાઝોડાની તીવ્રતા ગુજરાતના દરિયા કાંઠા સુધી પહોંચતા વધી ગઈ હતી. જેના લીધે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.

ગુજરાત રાજ્યના 196 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડયો હતો. જેમાં સૌરાષ્ટ્રના વિસાવદરમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ગિરનાર જંગલમાં 12 ઇંચ વરસાદ પડતાં જૂનાગઢની સોનરખ નદીમાં પૂર જોવા મળ્યુ હતુ.

ભરૂચ શહેરમાં સતત 24 કલાક વરસાદ પડવાના કારણે શેરીઓમાં પાણી ભરાયા હતા.બુધવારે સવારે દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત વચ્ચે ગુલાબ વાવાઝોડા નો એક ભાગ તીવ્ર બની ગયો હતો.આ સિસ્ટમ 1 ઓક્ટોબર સુધીમાં શાહીન વાવાઝોડામાં બદલાઈ જવાનું આગાહી કરવામાં આવી છે.

શાહીન વાવાઝોડું ગુજરાત કાંઠા નજીક થી પસાર થઈને ઓમાન તરફ આગળ વધશે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "24 કલાકમાં જ ગુલાબ બની જશે શાહીન,આગામી દિવસમાં પવન સાથે અતિભારે વરસાદની આગાહી"

Leave a comment

Your email address will not be published.


*