ગુજરાત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી શિયાળાની ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે અને મોડી શાંતિથી ઠંડીનો ચમકારો અનુભવા લાગ્યો છે.રાજ્યમાં મોટા ભાગે નલિયા સૌથી ઠંડુ શહેર રહેતું હોય છે જોકે હાલમાં નલિયા કરતા વલસાડમાં લઘુત્તમ તાપમાનનો પારો નીચે રહેતા સૌથી વધારે ઠંડુ શહેર નોંધાયું છે. આ સિવાય પાટનગર ગાંધીનગરનો લઘુતમ તાપમાન નો પારો ગગડીને 17.4 ડીગ્રી જ્યારે મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે,નવેમ્બર મહિનાના અંત સુધીમાં રાજ્યમાં ભારે ઠંડી પડવાની શરૂઆત થઇ જશે અને આ વખતે શિયાળાની સિઝન પ્રમાણમાં વધુ ઠંડી પડવાની નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે.અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટાભાગના શહેરોમાં સવારે અને મોડી રાતે ઠંડીનો ચમકારો વધતા.

લોકો ગરમ કપડા કાઢવાનું શરૂ કર્યું તે ઉપરાંત અનેક લોકોએ સ્વેટરની ખરીદી પણ શરૂ કરી દીધી છે. આ વર્ષે ગુજરાત રાજ્યમાં બીજા રાજ્ય કરતા ઠંડીનું પ્રમાણ વધારે હશે.

આ વર્ષે વરસાદ નું પ્રમાણ ખૂબ જ વધારે હોવાના કારણે આ વર્ષે હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડીનું પ્રમાણ વધુ હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!