ગુજરાતના ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે વાવણીલાયક વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. પૂર્વોત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજરોજ ચોમાસુ બેઠું છે. ગુજરાત રાજ્યમાં 15 જૂન બાદ અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે.
વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ જૂન મહિનાથી લઈને મહિનાની વચ્ચે રાજ્યમાં 99 ટકા વરસાદ થવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આ વર્ષે ગયા વર્ષ કરતાં ચાર થી પાંચ દિવસ વહેલું ચોમાસું બેસે છે તેવી શક્યતાઓ છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ ભીમ અગિયારસના દિવસે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ગુજરાત રાજ્યમાં ભીમ અગિયારસના દિવસે વાવણીલાયક વરસાદ થઇ શકે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 15 જૂન ની આજુબાજુ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.
ત્યાર પછી રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે લનીના અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 40 થી 50 ઈંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 30 થી 32 ઈંચ વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે. આ વર્ષે રાજ્યમાં વરસાદ સારો રહેશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે. 15 જૂન બાદ રાજયમાં વરસાદનું આગમન થયા બાદ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. વરસાદનું આગમન થતાં જ રાજ્યની જનતાને ગરમીથી છુટકારો મળશે.
ગુજરાતમાં સૌપ્રથમ 15 જૂનની આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. ત્યાર બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં 20 જૂન પછી ચોમાસાનું આગમન થશે. જ્યારે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં 25 જૂન બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં સૌથી છેલ્લે કચ્છમાં ચોમાસાનું આગમન થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!