લીંબડી-રાણપુર રોડ પર પિકઅપ વાન પલટી ખાઈ જતા સર્જાયો ગંભીર અકસ્માત, 8 વર્ષના બાળક સહિત ત્રણનાં ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 1:59 pm, Sat, 4 June 22

ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં વેજલકા નજીક પિકઅપ વાન પલટી ખાઇ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયા હતા.

જેમાં બે પુરુષો અને એક આઠ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના બનતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા મૃતકોના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.  સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર આવી અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે.

જેમાં અત્યાર સુધીમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે લીંબડી-રાણપુર રોડ પર વેજલકા નજીક પીકઅપ વાન પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા અન્ય બે વ્યક્તિને સારવાર માટે 108ની મદદથી લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી બોટાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, પીકઅપ વાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.

હાલમાં સમગ્ર ઘટનાને લઇને ચુડા પોલીસ અકસ્માત અંગેનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચુડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!