વડોદરામાં કોરોનામાં પિતાના મૃત્યુ બાદ, વિદ્યાર્થીએ હિંમત રાખીને ધોરણ 12 કોમર્સની પરીક્ષા પાસ કરી – પિતાનું સપનું પૂરું કરવા વિદ્યાર્થી હવે…

Published on: 2:58 pm, Sat, 4 June 22

આજરોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સના રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે ગુજરાત રાજ્યમાં 86.91 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે વડોદરાના એક વિદ્યાર્થીએ કોરોનાકાળમાં પિતાના મૃત્યુ બાદ હિંમત રાખીને ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે.

હવે વિદ્યાર્થી હોટલ મેનેજમેન્ટ માં પોતાનું કરિયર બનાવીને પોતાના સ્વર્ગવાસ પિતાનું સપનું પૂરું કરશે. વિદ્યાર્થીનું નામ ધ્રુવ ઠક્કરે છે. ધ્રુવ ઠક્કરે જણાવ્યું કે, તેને બોર્ડની પરીક્ષામાં 51.16 પર્સન્ટાઇલ આવ્યા છે. કોરોના કાળ દરમિયાન મારા પિતા સંજય ભાઈનું મૃત્યુ નીપજયું હતું.

મારા પિતા અલકાપુરી વિસ્તારમાં એક શોરૂમમાં નોકરી કરતા હતા અને મારી માતા ગૃહિણી છે. અમારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. જેથી અમને ફી ભરવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડતી હતી. ત્યારે પરિવારજનોએ મદદ કરી અને સ્કૂલ દ્વારા પણ મારી 40% થી માફ કરવામાં આવી હતી.

ધ્રુવ ઠક્કરે વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલી ઉર્મિ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ધ્રુવે જણાવ્યું કે, પિતાના અવસાન થયા બાદ અમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઇ ગઇ હતી. પરંતુ મેં હિંમત હાર્યા વગર મારો અભ્યાસ ચાલુ રાખ્યો.

ધ્રુવે જણાવ્યું કે મારા પિતાનું સપનું હતું કે, હું ભણીને હોટલ મેનેજમેન્ટ ક્ષેત્રમાં આગળ વધુ, હવે હું મારા પિતાનું સપનું પૂરું કરવા માટે કોમર્સમાં ગ્રેજ્યુએશન કરીશ અને ત્યારબાદ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરીશ. ધ્રુવ હોટલ મેનેજમેન્ટ માં પોતાની કારકિર્દી બનાવીને પોતાના પિતાનું સપનું પૂરું કરવા ઈચ્છે છે.

ધ્રુવના પિતાના મૃત્યુ બાદ ધ્રુવના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઇ ગઇ હતી. જેથી સ્કૂલ દ્વારા ધ્રુવની 40 ટકા ફી માફ કરી દેવામાં આવી હતી. ત્યારે ધ્રુવે પિતાના મૃત્યુ બાદ હિંમત હાર્યા વગર બોર્ડની પરીક્ષા આપી હતી અને તે બોર્ડની પરીક્ષામાં સફળતા પૂર્વક પાસ થયો છે. હવે ધ્રુવ હોટલ મેનેજમેન્ટમાં આગળ વધશે અને પોતાના સ્વર્ગવાસ પિતાનું સપનું પૂરું કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!