ગુજરાત રાજ્યમાં વરસાદને લઇને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,જાણો

243

ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં વાતાવરણ કેવું છે અને ભારે વરસાદ તેમજ ઠંડી વિશે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 2 થી 3 જાન્યુઆરી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પંચમહાલ માં ભારે વરસાદ પડશે અને અહીં બે દિવસ ભારે વરસાદ થી ઠંડીનું પ્રમાણ ઘટશે.

4 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધશે એટલું જ નહિ અંબાલાલ પટેલે કહ્યું કે,10 જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં હવામાન બદલાશે.ઉત્તરાયણના તહેવાર પર ઉત્તર ગુજરાતમાં 10 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગમાં તાપમાન 5 ડિગ્રી થશે.

અને બનાસકાંઠાના દાતીવાડા અને દાતા માં 5 ડિગ્રી તાપમાન રહશે. ગુજરાત રાજ્યમાં 2 અને 3 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે.

આ વર્ષે ગુજરાત રાજ્યમાં વરસાદ અને ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!