કોરોનાવેક્સિન ને લઈને અમદાવાદ થી દેશ માટે આવ્યા મોટા સમાચાર, ડોક્ટરોએ કહ્યું કે…

Published on: 3:43 pm, Thu, 31 December 20

અમદાવાદમાં કોવેક્સીનના ચાલી રહેલા પરીક્ષણ દરમિયાન સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ચાલી રહેલા પરીક્ષણમાં રસી આપ્યા પછી કોઈને કોરોના નથી થયો. 1000 લોકો પર પહેલા ડોઝના પરીક્ષણ પછી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં અમદાવાદમાં એક હજાર લોકોને બીજો ડોઝ અપાય રહ્યો છે. 25 નવેમ્બર થી ડોઝ આપવાની શરૂઆત થઈ હતી જેમાંથી કોઈને પણ કોરોના થયો નથી.

આ મામલે ડોક્ટર પારૂલ પટેલ એક વાતચીતમાં જણાવ્યું હતું કે,તમામ વોલન્ટર્સ બીજો ડોઝ 28 મી જાન્યુઆરી સુધીમાં ફાઇલ જશે અને 28 મી જાન્યુઆરી પછી 2 અઠવાડિયામાં તમામ લોકોનું મેડિકલ ચેકઅપ થશે. અમદાવાદી માટે આ ખૂબ ઉપયોગી સમચાર છે.

કોવેક્સીન ભારતમાં બની રહેલી કોરોના ની રસી નું નામ છે. ભારતનો સૌથી મોટું પરીક્ષણ કોવેક્સીન માટે શરૂ થયું છે. ભારત બાયોતેક નામની કંપની રસી બનાવી રહી છે.

કોવેક્સીન પહેલા અને બીજા તબક્કાનું સફળ પરીક્ષણ પૂર્ણ થઈ ચૂકી છે. ત્રીજા તબક્કામાં રસિનું પરીક્ષણ શરૂ થયું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!