ગુજરાત સહિત દેશભરમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન આજે વધુ શક્તિશાળી થઈને ડિપ્રેશનમાં ફેરવાયું હતું અને મીની વાવાઝોડું જેવી સિસ્ટમ આવતીકાલે આંધ્ર પ્રદેશમાં પહોંચી જમીન માર્ગે આગળ વધતા તારીખ 14 દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે નજીક આવે તેવી શકયતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે જેના પગલે દક્ષિણ ગુજરાતમાં તારીખ 14 અને ત્યાં જતાં સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં 15 અને 16 છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા અને વીજળીના કડાકા-ભડાકા થવાની પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ડિપ્રેશન અને લો પ્રેશર એક પ્રકારનું મીની વાવાઝોડું છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમીનમાર્ગે ઉત્તર કોકાન અને દક્ષિણ ગુજરાતમાં પાસેના અરબી સમુદ્રમાં આવતા તે લો પ્રેશર માં ફેરવાય તેવી ટેકનિકલ ભાષામાં ઓછી અને મધ્યમ શક્યતા છે.
આ સિસ્ટમના કારણે તારીખ 14 ના રોજ તાપી,ડાંગ,નવસારી,વલસાડ, દમણ વિસ્તારોમાં વરસાદી માહોલની શક્યતા છે. તારીખ 15 અને 16 ના રોજ અમરેલી, ભાવનગર,ગીર.
જુનાગઢ,નર્મદા,ભરુચ,સુરત, વલસાડ વગેરે વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે તોફાની ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!