પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષને લાગ્યો મોટો ઝટકો, કોંગ્રેસના આ મહત્વના કાર્યકર્તાએ આપ્યું રાજીનામું

Published on: 10:59 am, Tue, 13 October 20

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા પક્ષ પલટો અને રાજીનામું આપવાનો દોર ફરી એક વખત શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ અને ભાજપ ચૂંટણીની તૈયારીમાં છે ત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના 8 ધારાસભ્ય રાજીનામું આપી કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો હતો ત્યારે ફરી એક વાર પેટા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ મોટો ઝટકો કૈલાસ દાન ગઢવી આપ્યો છે. કૈલાસ દાન ગઢવી એ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

કોંગ્રેસે પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ કૈલાશ દાન ગઢવી રાજીનામું આપી પક્ષ સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમનું કહેવું છે કે પક્ષમાંથી એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે કે જે પક્ષ વિરોધી કામ કરી રહ્યા છે. આ વાત તેઓ નારાજ છે ને એટલા માટે તેમને રાજીનામું આપ્યું છે.

કૈલાશ દાન ગઢવી ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે અને તે ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના પ્રમુખ હતા અને તેમણે હવે પક્ષના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે.

ચર્ચાઓ એ છે કે કચ્છ બેઠકના ઉમેદવાર ને લઈને પક્ષમાં નારાજ થઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!