ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, ખેડૂતો માટે વરસાદની છેલ્લી…

Published on: 8:56 pm, Fri, 13 August 21

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારોમાં સાથે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં તો વરસાદ નહીવત થઇ ગયો છે. જ્યારે ગુજરાતમાં વરસાદ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 19 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર 19 થી 24 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

આ ઉપરાંત 20 થી 21 ઓગસ્ટ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 18 ઓગસ્ટ થી આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ખેડૂતોના પાકને વરસાદ આવશે તો બળી જવાની ચિંતા દૂર થશે. હવામાન વિભાગની આગાહી મુજબ પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવા એંધાણો છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં ખેડૂતોને વરસાદ આવવાથી રાહત મળી શકે છે. વેરાવળમાં લાંબા સમય બાદ વરસાદ ફરીથી એન્ટ્રી કરશે જેને લઇને મગફળી અને સોયાબીન જેવા પાકોને નવજીવન મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, ખેડૂતો માટે વરસાદની છેલ્લી…"

Leave a comment

Your email address will not be published.


*