વડોદરા નજીક એક બ્રિજ પર ટ્રકે નોકરી પર જવા નીકળેલા યુવકને મારી ટક્કર, યુવકનું ઘટનાસ્થળે જ…

Published on: 7:09 pm, Fri, 13 August 21

આજકાલ રાજ્યમાં અકસ્માત નો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વડોદરા શહેર નજીક આજવા બ્રિજ પર એક બેકાબૂ ટ્રકે સયાજીપુરા ગામના એક યુવકને ટક્કર મારી હતી. યુવકને ટક્કર મારતા એક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ વડોદરા શહેર નજીક આવેલી L&T કંપનીમાં યુવક નોકરી કરી રહ્યો હતો યુવકનું નામ વિપુલ ઘનશ્યામભાઈ ભાલીયા છે.

યુવકની ઉંમર 24 વર્ષની છે તેઓ આશાપુરા સોસાયટી સયાજીપુર ગામ વડોદરામાં રહેતા હતા. ત્યારે આજરોજ વહેલી સવારે તેઓ પોતાની એકટીવા લઈને સવારના 6.45 વાગ્યાની આસપાસ નોકરી પર જવા નીકળ્યા હતા.

આજવા બ્રિજ પર પસાર થતી વખતે પાછળથી એક બેકાબૂ ટ્રકે વિપુલ ને ટક્કર મારી હતી અને વિપુલ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક મૂકીને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.

તેમજ મળતી માહિતી મુજબ વિપુલ નો એક જુડવા ભાઈ પણ હતો. હવે આ જુડવા ભાઈ ની જોડી તૂટી ગઈ છે. વિપુલ ના પરિવારને વિપુલના મૃત્યુની જાણ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરા નજીક એક બ્રિજ પર ટ્રકે નોકરી પર જવા નીકળેલા યુવકને મારી ટક્કર, યુવકનું ઘટનાસ્થળે જ…"

Leave a comment

Your email address will not be published.


*