હવામાન વિભાગની મોટી આગાહી : આજે 13 રાજ્યોમાં વીજળી સાથે વરસાદ…

Published on: 9:52 am, Tue, 21 September 21

દેશમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, હવામાન વિભાગની આગાહી મુજબ 13 રાજ્યોમાં વરસાદની સ્થિતી જોવા મળી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉતરી તમિલનાડુ, ઉતરી છત્તીસગઢ, ગોવા, ઉત્તરાખંડ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને ઉત્તર અને દક્ષિણ કર્ણાટકમાં આગામી સમયમાં વીજળી સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

આ ઉપરાંત સાપુતારા, લખીમપુર ખીરી, હરદોઇ અને બહરાઇચ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઓરિસ્સા સહિત અનેક રાજ્યોમાં 26 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની સ્થિતિ બની શકે છે.

આ ઉપરાંત પૂર્વ મધ્ય અને બંગાળની ખાડી પાસેના પૂર્વોત્તર વિસ્તારોમાં 25 સપ્ટેમ્બર સુધી વરસાદની અને ચક્રવાતી પ્રવાસની શક્યતાઓ જોવા મળી રહે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 26 સપ્ટેમ્બર સુધી ઓરિસ્સા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક પંથકોમાં વરસાદ મન મૂકીને વરસી શકે છે.

ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં હજુ 18 ટકા વરસાદની ઘટ જોવા મળી રહે છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી સારો વરસાદ પડવાના કારણે અનેક જળાશયોમાં પાણીની આવક વધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન વિભાગની મોટી આગાહી : આજે 13 રાજ્યોમાં વીજળી સાથે વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*