છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ઘણી જગ્યાએ પરિસ્થિતિ વણસી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના જુદા જુદા ભાગોમાં 25 ઓક્ટોબર સુધી વરસાદ ચાલુ રહેશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર
પશ્ચિમ હિમાલય પ્રદેશ પર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહ્યું છે જેના કારણે ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આંશિક અસર ને કારણે આજથી હવામાન બદલાશે અને બીજી બાજુ 24 ઓક્ટોબરના રોજ ઉત્તર અને પશ્ચિમ હરિયાણા ના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે અને દક્ષિણ હરિયાણામાં કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ પડી શકે છે.25 ઓક્ટોબરથી રાજ્યનું હવામાન શુષ્ક રહેશે અને તાપમાનમાં થોડો ઘટાડો થશે.
વરસાદના કારણે ઉત્તરાખંડમાં કેરળમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.ઉત્તરાખંડમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે અને હજુ પણ ઘણા લોકો લાપતા હોવાનુ કહેવાયુ છે.જ્યારે કેરળમાં 42 લોકોના મોત થયા છે જ્યારે અન્ય ઘણા લોકો હજુ પણ ગુમ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!