પતિએ પોતાનું જીવન ટુંકાવ્યું, એક દિવસ બાદ પત્નીએ પણ પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શું છે સમગ્ર મામલો

Published on: 11:35 am, Sat, 23 October 21

ભોપાલની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરતી માહિતી અનુસાર ભોપાલના ટીટીનગર વિસ્તારમાં પત્નીની બેવફાઇથી કંટાળીને પતિએ ગુરૂવારના રોજ રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. પતિના મૃત્યુના સમાચાર સાંભળી ને શુક્રવારના રોજ સવારે પત્નીએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને પોતાનો શરીર પર આગ ચાંપી દીધી હતી.

સારવાર દરમિયાન બપોરના સમયે શુક્રવારના રોજ પત્નીનું પણ મૃત્યુ થયું હતું. પોલીસ તપાસમાં મૃત્યુ પામેલા પતિના પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. પતિએ સુસાઇડ નોટમાં પત્નીના આશિક માટે લખ્યું છે કે તેણે સાગર બાબા નામના વ્યક્તિના પગે લાગીને તેની પત્ની અને બાળકને મળવા માટે ની આજીજી કરી હતી.

પરંતુ સાગર બાબુ નામનો વ્યક્તિ માન્યો નહીં. સાગર બાબા એ જીવન નષ્ટ કરી નાખ્યું. આ ઉપરાંત લખ્યું હતું કે હું મારી પત્ની અને સાગર બાબા ના કારણે આ પગલું ભરું છું. હવે પોલીસ સાગરને શોધી રહી છે. મળતી માહિતી અનુસાર જૈન મંદિરની સામે પીએચઈ કોલોનીમાં રહેતા 26 વર્ષી અક્ષય બલ્લભ ભવનમાં લિફ્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા.

ત્યારે ગુરૂવારના રોજ રાત્રે ભોજન કર્યા બાદ પોતાની રૂમે ગયા હતા. ત્યારે રાત્રે લગભગ 12:30 વાગ્યાની આસપાસ અક્ષયની માતા કુસુમબાઈએ જોયું કે અક્ષય ફાંસો ખાઈ લીધો છે. ત્યારબાદ અક્ષયની માતા તેને પડોશીઓની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગઈ હતી.

પરંતુ હોસ્પિટલમાં મૃત જાહેર કર્યો હતો. અને શુક્રવારના રોજ સવારે અક્ષયની પત્ની સીધાને તેના પતિના મૃત્યુની જાણ થઈ હતી. અને ત્યારે તે પોતાના ઘરે ગઈ અને અગાસી પર જઈને પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને પોતાની જાતને આગ ચાંપી દીધી હતી.

ત્યારે તેને બચાવવા માટે સાસુમા કુસુમબા અને તેના સંબંધીઓએ ખૂબ જ પ્રયત્ન કર્યો હતો. પરંતુ સારવાર દરમિયાન બપોરના સમયે તેનું પણ મૃત્યુ થયું હતું. સીધા પોતાની સાથે પોતાના ચાર વર્ષના દીકરાને પણ આગ લગાવી દેવા માંગતી હતી. પરંતુ પરિવારજનો એ તેને બચાવી લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!