હિમાચલ અને ઉત્તરાખંડમાં આવેલા પુરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની મદદે આવ્યા મોરારીબાપુ, સહાયની કરી મોટી જાહેરાત

Published on: 11:15 am, Sat, 23 October 21

એક તરફ દેશમાંથી ચોમાસુ ની ઋતુ પૂરું થઈ ગઈ છે.હાલમાં તાજેતરમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ તેમજ ભારતના પાડોશી દેશ નેપાળ ખાતે અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. બંને રાજ્યો તેમજ નેપાળ ના વિવિધ વિસ્તારોમાં 150 થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

ઉપરોક્ત વિસ્તારમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને તત્કાલ સહાય અર્થે હનુમાનજીની સાંત્વના રૂપે મોરારીબાપુ દ્વારા રૂપિયા 6 લાખની સહાયતા રાશિ પ્રેશિત કરવામાં આવશે.આ રૂપિયા પૈકી 250000 મુખ્યમંત્રી રાહત ફંડ ઉત્તરાખંડ, 250000 મુખ્યમંત્રી રાહત ફંડ હિમાચલ, એક લાખ રૂપિયા નેપાળ ખાતે મોકલવામાં આવશે.

તમામ મૃતકો ના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જરૂરિયાતમંદોને સહાય કરવાની પણ અપીલ કરી છે.

મોરારીબાપુએ કેરળમાં મચેલી પૂર વખતે તત્કાલિન રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન સાથે ટેલિફોનિક વાત કરી પૂરની સ્થિતિ નો તાગ મેળવ્યો હતો જે બાદ અસરગ્રસ્ત લોકો એ સહાય પેટે 125000 રૂપિયાનું અનુદાન કર્યું હતું. કોરોના મહામારીમાં પણ બાપુએ મદદની જાહેરાત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!