હીરા ઉદ્યોગને લઈને મનપા કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું…. રત્ન કલાકારો જરૂર વાંચજો

Published on: 10:41 am, Tue, 7 July 20

રાજ્યમાં અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોના વાયરસ ના કેસમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે. આ ખરાબ પરિસ્થિતિ જોતા રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બને સુરતમાં હાજર થયા હતા અને ઈમરજન્સી બેઠક બોલાવી ને કોરોના વાયરસ ના વધતા જતાં કેસ વિશે સમીક્ષા કરી હતી. અમદાવાદ થી પણ અગ્ર સચિવ જયંતિ રવિ એ પણ સુરતમાં ધામા નાખ્યા છે. કોરોના વાયરસના સંક્રમણની કાબૂ રાખવા માટે હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગને સાત દિવસ માટે બંધ કરવામાં આવ્યા હતા.

સાત દિવસ પૂર્ણ થતા રાજ્યના આરોગ્યમંત્રી કુમારભાઈ કાનાણી હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ ના વડા સાથે મિટિંગ બોલાવીને ઉદ્યોગ ચાલુ કરવા અંગે નિર્ણય લીધો હતો . તેમણે વધારે જણાવતા કહ્યું હતું કે કેટલીક શરતો સાથે હીરા ઉદ્યોગને ચાલુ કરવાની સરકાર દ્વારા પરમિશન મળશે.

મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એમાં હીરાઉદ્યોગને લઈને 10 જુલાઈથી હીરા બજાર અને 14 જુલાઈથી હીરાના કારખાના ચાલુ કરવા અંગે નિર્ણય લેવામાં આવેલ છે. હીરા ઉદ્યોગના વેપારીઓ અને કારીગર વર્ગ એ સરકાર દ્વારા જાહેર કરેલ ગાઈડલાઈન નું પાલન ફરજિયાત કરવાનું રહેશે જો આ ગાઈડલાઈન નું પાલન કરવામાં નહીં આવે તો સરકાર શ્રી દ્વારા કડક માં કડક કાર્યવાહી થઈ શકે છે.

Be the first to comment on "હીરા ઉદ્યોગને લઈને મનપા કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું…. રત્ન કલાકારો જરૂર વાંચજો"

Leave a comment

Your email address will not be published.


*