વરાછા ના કોર્પોરેટર પર થયો ગોળીબાર , તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Published on: 3:09 pm, Tue, 7 July 20

સુરતના વરાછા વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર ભરતભાઈ મોના ભાઈ વઘાસિયા ઉપર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરતા સારવાર માટે તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. ભરતભાઈ વઘાસિયાની પીઠ ના ભાગે ગોળી વાગતા તેઓને સારવાર માટે હોસ્પિટલ એડમીટ કરવામાં આવ્યા હતા રાતેજ ઓપરેશન કરી તેની પીઠ માંથી ગોળી કાઢવામાં આવેલ છે. વરાછા પોલીસ દ્વારા તે કારતૂસ ને જમા કરવામાં આવેલ છે અને અજાણ્યા શખ્સોની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ કરી દીધેલ છે.

ઉલ્લેખનીય છે કે ભરતભાઈ તેને ઓફિસેથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ બાઈક પર સવાર થઈને ભરતભાઈ ઉપર બે ફાયરિંગ કર્યું. લગભગ રાતે આશરે 8:40 મીનીટે વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા સોસાયટી વિભાગ-1 ની વાડી પાસે આ ઘટના બનેલ છે.

Be the first to comment on "વરાછા ના કોર્પોરેટર પર થયો ગોળીબાર , તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા"

Leave a comment

Your email address will not be published.


*