દક્ષિણ તાઇવાનની એક મોટી દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં આજરોજ 13 માળની બિલ્ડિંગમાં આગ લાગતાં 46 લોકોના મૃત્યુ થયા છે. ભારે આગ લાગવાના કારણે એટલા લોકોના મૃત્યુ થયા કે સમગ્ર તાઇવાનમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે.
બિલ્ડિંગમાં આગ લાગવાને લઈને લોકો ઘણા બધા સવાલો ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આગ લાગવાના કારણે કોઈ ની બેદરકારી જવાબદાર છે. મળતી માહિતી અનુસાર કાઉશુંગ શહેરમાં વહેલી સવારે અચાનક જ એક 13 માળની ઈમારતમાં આગ લાગી હતી.
આ ઉપરાંત હજુ તંત્ર દ્વારા કોઈપણ જાણકારી મળી નથી કે બિલ્ડિંગમાં આગ કયા કારણોસર લાગી હતી. ઘટના સ્થળની આસપાસના રહેતા લોકોનો દાવો છે કે જ્યારે બિલ્ડિંગમાં આગ લાગી તે પહેલા એક મોટો અવાજ સંભળાયો હતો.
આ ઘટનાને લઈને એક અધિકારીનું કહેવું હતું કે આ બિલ્ડિંગ લગભગ 40 વર્ષ જૂની છે. જેમાં નીચે દુકાન હતી અને ઉપર એપારમેન્ટ બનાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 46 લોકોના મૃત્યુ થયા છે તેવી સામે આવ્યું છે.
મોટી ઘટના : દક્ષિણ તાઈવાનમાં 13 માળની બિલ્ડિંગમાં આગ લાગતા, 46 લોકોના મૃત્યુ… pic.twitter.com/X7vQuBg4ap
— GUJJU ROCKZ (@gujju_rockz) October 14, 2021
અને મૃત્યુનો આંકડામાં વધારો થઈ શકે છે કારણ કે 41 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે તેવું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અને બિલ્ડિંગ માં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા.
13 માળની બિલ્ડિંગ માં અચાનક આગ લાગી જવાના કારણે બિલ્ડિંગની અંદર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને બિલ્ડીંગ ની બહાર પણ દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં ઘણા લોકો બચી ગયા છે અને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!