વીર શહીદના પાર્થિવ દેહ પાસે જઈ પત્નીનું હૈયાફાટ રૂદન, સારા સારા ને રડાવી દે તેવો વીડીયો

71

જમ્મુ-કાશ્મીરના પૂંછ માં આંતકવાદીઓ સાથેની અથડામણમાં પાંચ વીર જવાન શહીદ થયેલા તેમાં ના ગજ્જન સિંહ નામના વીર જવાન ના પત્ની શહીદ ના પાર્થિવ દેહ પાસે જઈ હૈયાફાટ રુદન કરી રહ્યા છે ત્યારે સૌ કોઈ ની આંખો ભીની કરી દીધી.

તેની પત્ની એટલું જ કહે છે કે એક વખત આંખો ખોલો અને તેને જોઈ લો.રડતા રડતા કાયર આંતકીઓ વિશે પણ તેની પત્ની બોલી રહી છે.13 ઓક્ટોબરના રોજ આ વીર જવાન રજા પર આવવાના હતા.10 દિવસની રજા હોવાથી ઘરમાં બધી તૈયારીઓ કરવામાં આવી હતી.

આ દિવસે તિરંગામાં વીંટળાઈને તેમનો પાર્થિવ દેહ ઘરે આવે છે. પરિવારજનો આ ઘડી ની કલ્પના પણ કરી શકતા નથી.આખું ગામ પરિવારની સાથે સાથે આઘાતમાં છે.હજુ તો ગત ફેબ્રુઆરીમાં જ આ વીર જવાન ના લગ્ન થયા હતા. ખેડૂત યુનિયનના ઝંડા સાથે પરણવા નીકળેલા ગજજન સિંહ ની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ હતી. લગ્નના દિવસે ગજ્જનસિંહ કઈક હટકે અંદાજમાં દુલ્હનને ટ્રેક્ટર માં બેસાડી ને ઘરે લાવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!