રાજ્યમાં ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે બુધવારના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અંગે જણાવતા કહ્યું કે ધોરણ 1 થી 5 ના વર્ગખંડોની ઓફલાઇન શિક્ષણ દિવાળી બાદ શરૂ કરવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે, ધોરણ 1 થી 5 માં આશરે 48 લાખ બાળકો હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થીઓ માર્ચ 2020 થી ઘરે બેઠા બેઠા શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ દિવાળી પછી મેળવી શકે તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું.
આવી સ્થિતિમાં ધોરણ 6 થી ધોરણ 8 ના વર્ગો 2જી સપ્ટેમ્બરથી શરૂ કરાતા હવે સ્કૂલ અને પુનઃ શરૂ કરવા બુધવાર એટલે કે ગઇકાલે મળેલી કેબિનેટ બેઠકમાં શિક્ષણ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. જીતુભાઈ વાઘાણી ના કહેવા અનુસાર શાળા શરૂ કરવા માટે અમે તૈયાર છીએ એટલે કે દિવાળી બાદ હવે ધોરણ 1 થી 5 માં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!