જુઓ ભારતના શ્રેષ્ઠ મુખ્યમંત્રી માં કોણ છે આગળ, આપણા વિજય રૂપાણી નું સ્થાન છે આટલામુ, ભાજપ માટે મોટો ફટકો.

Published on: 4:04 pm, Sat, 16 January 21

તાજેતરમાં જ દેશમાં યોજાયેલા એક સર્વેમાં ભાજપને લોકપ્રિયતા બાબતમાં મોટો ફટકો મળ્યો છે તેવું જણાઈ રહ્યું છે. ભારતના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી ને લઈને આઇઆઈએએનએસ સી વોટર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ભાજપના એક પણ મુખ્યમંત્રી નો સમાવેશ નથી.

સર્વે અનુસાર સૌથી સારા 10 મુખ્યમંત્રીઓની લિસ્ટમાં એક થી સાત ક્રમાંક સુધીના લિસ્ટમાં ભાજપના એક પણ મુખ્યમંત્રી નું નામ નથી. જોકે ચોકાવનારી વાત એ સામે આવી છે કે દરેક ભાજપ/એનડીએ શાસિત રાજ્ય માં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ મુખ્યમંત્રી કરતાં વધુ જોવા મળ્યો છે.

ભાજપ અને એનડીએ માટે પ્રધાનમંત્રી મોદી હજુ પણ સૌથી મોટો ચહેરો છે.ચોંકાવનારી બાબત એ છે કે બિનકોંગ્રેસી મુખ્યમંત્રીઓએ તેમના રાજ્યમાં પ્રધાનમંત્રી મોદી કરતાં પણ વધારે પ્રચલિત છે પરંતુ કોંગ્રેસ માટે મોટી ચિંતાજનક બાબત એ છે

કે ભાજપના ઓછા લોકપ્રિય મુખ્યમંત્રીઓએ મુખ્યમંત્રીના લિસ્ટ માં ક્યાંય દેખાતા નથી તે પણ તેમના રાજ્યમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કરતાં વધુ લોકપ્રિયતા ધરાવે છે.કોંગ્રેસ માટે વધુ ચિંતાજનક એ છે કે તેને પ્રાદેશિક અને સેન્ટ્રલ લેવલ બંને જગ્યાએ વધુ મહેનત કરવાની જરૂર છે.

ભાજપના કોરોના માં સપડાયેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રીવેન્દ્ર સિંહ રાવત ને સૌથી ઓછું 0.41 ટકા રેટિંગ મળ્યું છે જ્યારે કે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ને 46.74 ટકા રેટિંગ સાથે દસમું સ્થાન ધરાવે છે.આ લિસ્ટમાં ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક 79 ટકા સાથે ટોચ પર છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 77 ટકા સાથે બીજા સ્થાને છે જ્યારે આંધ્રપ્રદેશના જગન મોહન રેડ્ડી 66.83 ટકા સાથે ત્રીજા સ્થાન પર છે. ચોથા સ્થાન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉત્સવ ઠાકર છે અને પાંચમા સ્થાન પર કેરળના સામ્યવાદી મોરચાના મુખ્યમંત્રી પી.વિજયન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!