આપણે ઘણા લોકોને ભેટ આપતા હોય છે, જન્મદિવસ હોય કે લગ્ન આપણને અથવા આપણે બીજા કોઈને ભેટ આપતા હોય છે. એવો કિસ્સો સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા વિજય કથિરીયા સાથે થયો હતો. વિજય પોતે હાલમાં કાચ નો ધંધો કરી રહ્યો છે.
વિજય સૌરાષ્ટ્રના છે અને તેને ચંદ્ર પર જમીન મેળવવા માટે ન્યુયોર્ક ઇન્ટરનેશનલ ચંદ્ર જમીન રજીસ્ટ્રી કંપની ને વિજયે એક ઈમેલ મોકલ્યો હતો. આ ઇમેલ કંપનીએ સ્વીકારી પણ લીધો હતો.આથી વિજય વિશ્વનો પ્રથમ ઉદ્યોગપતિ છે કે જે ચંદ્ર પર જમીન ખરીદવા માટે જઈ રહ્યો હતો.
આથી વિજય જણાવતો હતો કે મારા ઘરે બે મહિનાની એક પુત્રીનો જન્મ થયો છે તો મેં વિચાર્યું કે મારે મારી દીકરીને એક અનોખી ભેટ આપવી છે. વિજય ચંદ્ર પર જમીન ખરીદીને આપવાનું નક્કી કર્યું હતું એટલે વિજય ન્યુયોર્ક ઇન્ટરનેશનલ જમીન રજીસ્ટ્રી નામની કંપનીનો સંપર્ક કર્યો અને બધી કાર્યવાહી પૂર્ણ કરી હતી.
આથી વિજયે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી અને તેની પુત્રી નિત્યાને ભેટ તરીકે આપી હતી. વિજય ચંદ્ર પર જમીન ખરીદનાર દુનિયાનો સૌપ્રથમ ઉદ્યોગપતિ હતો.આથી સૌથી નાની ઉંમરે ચંદ્ર પર જમીન મેળવનારા પ્રથમ દીકરી નિત્યા હશે.આથી આપણે પિતાના પ્રેમના આવા ઘણા કિસ્સાઓ જોયા હશે કે પોતાની દીકરીઓ માટે કઈક કરતા જ હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!