રાજકોટમાં એક ફ્લેટમાં રહેતા વૃદ્ધ દંપતીએ પોતાનું જીવન કર્યું ટૂંકુ, જાણો વૃદ્ધો દંપત્તિએ આવું શા માટે કર્યું…

Published on: 6:37 pm, Thu, 2 September 21

આજકાલ જીવન ટૂંકુ કરવાની ઘટનાઓ ખુબ જ સામે આવી રહી છે. ત્યારે રાજકોટની એક ઘટના સામે આવી છે. રાજકોટમાં એક વૃદ્ધ દંપતી એ પોતાનું જીવન ટૂંકું કર્યું હતું. મળતી માહિતી મુજબ ગોપાલભાઈ ચાવડા અને તેમના પત્ની નિર્મલા બેન ચાવડા એ પોતાનું જીવન ટૂંકું કર્યું હતું.

બંને પતિ પત્નીની ઉંમર 60 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા કિસ્ટલ હવેન એપાર્ટમેન્ટમાં બારમા માળે રહેતા વૃદ્ધ દંપતી પોતાનું જીવન ટૂંકું કર્યું હતું.

આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વૃદ્ધ દંપતીના પુત્રને આ ઘટનાને લઇને નિવેદન આપ્યું કે રેડીમેડ કાપડ બનાવવાના કારખાનામાં મોટું નુકસાન થવાના કારણે મારા માતા-પિતાએ આ પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર લોકડાઉન ના કારણે તેમના રેડીમેટ કાપડ બનાવવાના કારખાનામાં નુકસાન થયું હતું.

અને તેના કારણે તેઓ આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતા. તેના કારણે વૃદ્ધ દંપતી આ પ્રકારનું પગલું ઉઠાવ્યું છે તેવું તેના પુત્રએ જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં તાલુકાની પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

આજકાલ આવી ઘટનાઓ ખુબ જ બની રહે છે કારણ કે સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે મોટાભાગના લોકોના ધંધા ભાંગી પડ્યા હતા અને છેવટે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થતાં લોકો આ તરફ વળી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!