વલસાડમાં એક પુલ પરથી ઇકો કાર અચાનક નીચે ખાબકે છે, કારમાં સવાર ચાર લોકો ઈજાગ્રસ્ત…

Published on: 7:03 pm, Thu, 2 September 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે વલસાડ નો એક ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પારડી નજીક ભારત નદીના પુલ પરથી આજરોજ એક ઇક્કો કાર નીચે ખાબકી ગઇ હતી.

આ સમગ્ર ઘટનામાં ચમત્કારથી કારમાં સવાર ચાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. કાર પુલ પરથી નીચે ખાબકી ત્યારે કારનું ભાંગીને ભુક્કો થઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર કારમાં સવાર લોકો જામનગર ના રહેવાસી હતા. કારમાં સવાર ચાર એ લોકો વલસાડના ઉમરગામથી જામનગર તરફ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં જ કારચાલકે પાર નદીના પુલ પર કાર પર કાબુ ગુમાવ્યો હતો અને કાર પુલ પરથી નીચે ખાબકી ગઇ હતી.

કારની હાલત જોતા તો એવું લાગી રહ્યું હતું કે કારની અંદર સવાર લોકોમાંથી કોઈપણ વ્યક્તિ બચ્યું નહિ હોય પરંતુ કારની અંદર સવારે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી અને તેઓનો જીવ બચી ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!