જાણો શા માટે કિન્નરના મૃત્યુ બાદ તેના શરીરને ચંપલ વડે માર મારવામાં આવે છે..? કારણ જાણીને તમે પણ ચોકી જશો…

Published on: 7:02 pm, Fri, 25 November 22

મિત્રો આપણે ઘણા લોકો પાસેથી એવી વાતો સાંભળી હશે કે કિન્નરની દુઆ અને બદુઆ બંને ખૂબ જ અસરકારક હોય છે. મિત્રો તમે કિન્નર વિશે જાણતા હશો અને તેને સમજતા પણ હશો. પરંતુ ઘણા એવા ઓછા લોકો હશે જેવો કિન્નરના અંગત જીવન વિશે જાણતા હશે. એવું કહેવામાં આવે છે, જ્યારે કિન્નર ખુશ થઈને તમને કોઈ આશીર્વાદ કે દુઆ આપે એ તમારું આખું જીવન બદલી નાખે છે અને જો કિન્નર તમને કોઈ બદુઆ આપે તો તમારા જીવનમાં ઉથલપાથલ થઈ શકે છે.

મિત્રો આ બધી વસ્તુઓ પાછળ ઘણા બધા ઊંડા રહસ્ય છુપાયેલા છે. મિત્રો આજે આપણે કિન્નર વિશે એવી બે વાત કરવાના છીએ જે તમે ક્યારેય નહીં સાંભળવી હોય. પહેલી કિન્નરની અંતિમયાત્રા કેવી રીતે કરવામાં આવે છે અને બીજી કિન્નરના મૃત્યુ પછી તેના શરીર સાથે શું કરવામાં આવે છે..? મિત્રો કોઈ પણ દિવસ કિન્નર પોતાના અંગત અંગત જીવનની વાતો બીજાને કહેતા નથી.

મળતી માહિતી અનુસાર કિન્નરના અંતિમ સંસ્કારના રહસ્ય જાણવા માટે મીડિયા એજન્સીના ઘણા પત્રકારોએ કિન્નરનો સંપર્ક કર્યો પરંતુ કોઈને જરાક પણ માહિતી મળી ન હતી. ત્યારે મીડિયા એજન્સીના એક વ્યક્તિને ટ્રેનમાં એક વ્યંઢળ મળ્યા હતા. મીડિયા એજન્સીના વ્યક્તિએ કિન્નરના અંતિમ સંસ્કાર વખતનું રહસ્ય વ્યંઢળને પૂછ્યું ત્યારે તેઓ પહેલા ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને ત્યારબાદ તેમને આ રહસ્ય ઉપરથી પડદો ઉઠાવ્યો હતો.

તેમને જણાવ્યું કે જ્યારે પણ કોઈ કિન્નરનું મૃત્યુ થાય અને તેની અંતિમ ક્રિયા કરવામાં આવે ત્યારે અંતિમ ક્રિયાની અંદર કિન્નર સિવાય કોઈ અન્ય વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ કિન્નરની અંતિમયાત્રામાં જોડાય તો બીજા જન્મમાં તે પણ કિન્નર બની શકે છે.

તેમને વધુમાં જણાવ્યું કે અંતિમયાત્રા વખતે બાકીના કિન્નરો મૃત્યુ પામેલા કિન્નરના શરીર ઉપર ચંપલ ફેંકે છે અને તેની ધુલાઈ કરે છે. આવું કરવા પાછળ તેમને કારણ જણાવ્યું કે, આમ કરવાથી આ જન્મની અંદર થયેલા તમામ પાપોમાંથી તેમને મુક્તિ મળે છે. જેથી તે બીજા જન્મમાં કિન્નરનો અવતાર ન લે. કિન્નરના મૃત્યુ પછી સમુદાયના લોકો એક અઠવાડિયા સુધી ભોજન પણ ખાતા નથી.

વધુમાં તેમને જણાવ્યું કે સામાન્ય રીતે કિન્નર સમુદાય તમામ હિન્દુ રિવાજોનું પાલન કરે છે. પરંતુ અંતિમ સંસ્કાર વખતે મૃતદેહને બાળવામાં નથી આવતું પરંતુ તેને દફનાવવામાં આવે છે. કિન્નરને દફનાવાની પ્રક્રિયા રાત્રિના સમયે કરવામાં આવે છે કારણ કે કોઈ લોકો જોઈ શકે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો