માં મોગલે મોરબીમાં રહેતા આહીર પરિવારને સાક્ષાત પરચો આપ્યો, પરિવાર જ્યારે માનતા પૂરી કરવા મોગલ ધામ પહોંચ્યું, ત્યારે મણીધર બાપુએ પરિવારને એવી વાત કીધી કે…

Published on: 7:18 pm, Fri, 25 November 22

માં મોગલના પરચા તો અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. એટલે જ માં મોગલને અઢારે વર્ષની માતા કહેવામાં આવે છે. માં મોગલને કોઈ સોના-ચાંદીના દાગીના કે રૂપિયાની જરૂર નથી. માં તો માત્ર ભક્તોના ભાવની ભૂખી છે. અત્યાર સુધીમાં માં મોગલ લાખો લોકોને પોતાના પરચા બતાવ્યા હશે.

માં મોગલના પરચા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અપરંપાર છે. તેથી લોકો વિદેશથી પણ માનતા પૂરી કરવા માટે માં મોગલના ચરણમાં આવે છે. ત્યારે આજે આપણે માં મોગલના એક પરચા વિશે વાત કરવાના છીએ. મોરબીમાં રહેતા આહીર પરિવાર કચ્છના કબરાઉ મોગલ ધામમાં સંતાન પ્રાપ્તિ માટે માં મોગલની માનતા રાખી હતી.

પરિવારે માનતા રાખી હતી કે એમાં જો મારા ઘરે બાળકનો જન્મ થશે તો હું તમને સોનાનું છત્ર અર્પણ કરીશ. માનતા રાખી તેના થોડાક સમય બાદ મોરબીના આહીર પરિવારમાં માં મોગલના આશીર્વાદથી બે જુડવા દીકરીઓનો જન્મ થયો હતો. ઘરે એક સાથે બે દીકરીઓનો જન્મ થતાં આહિર પરિવારમાં ચારે બાજુ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

માં મોગલનો પરચો જોઈને તો પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. પછી આહીર પરિવાર પોતે માનેલી માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉ મોગલ ધામ આવી પહોંચ્યું હતું. અહીં આવીને પરિવારે માં મોગલના ચરણમાં સોનાનું છત્ર અર્પણ કર્યું હતું.

ત્યારે અહીં બિરાજમાન મણિધર બાપુએ સોનાનું છત્ર લઈને પરિવારના સભ્યોને પાછું આપી દીધું હતું અને તેમને કહ્યું હતું કે તમારી માનતા પૂરી થઈ ગઈ. જ્યારે મણીધર બાપુએ આહિર પરિવારને સોનાનું છત્ર પાછું આપ્યું ત્યારે પરિવારના સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યાર પછી બાપુએ પરિવારના તમામ સભ્યોને કહ્યું કે, માં મોગલ તો બધાને આપનારી છે.

માં પાસે તો બધું છે. માં મોગલ ને સોના ચાંદીની જરૂર નથી. માં મોગ ને તો સાચા ભાવની જરૂર છે. માં મોગલ તમારા પરિવારની રક્ષા કરશે. મણીધર બાપુએ કહ્યું કે સાચા મનથી રાખવામાં આવતી દરેક મનોકામના માં મોગલ જરૂર પૂર્ણ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો