બહેનની ડોલી ઉઠે તે પહેલા ભાઈની અર્થી ઊઠી..! લગ્નના બે દિવસ પહેલા ભાઈ સાથે કંઈક એવું બન્યું કે… ઘટના સાંભળીને તમે પણ રડી પડશો…

Published on: 6:41 pm, Fri, 25 November 22

દેશમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણી એવી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, જેમાં એક હસતો ખેલતો પરિવાર વિકરાઇ જતો હોય છે અથવા તો ખુશીના દિવસોમાં માતમ છવાઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બહેનના લગ્નના એક દિવસ પહેલા ભાઈનું મૃત્યુ થતાં ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના સુલતાનપુરમાં બની હતી. ગુરૂવારના રોજ હનુમાનજી નામના વ્યક્તિનો 32 વર્ષનો દીકરો સત્યપ્રકાશ પોતાની સાત મહિના ગર્ભવતી પત્ની નેહાને લઈને શહેરમાં ડોક્ટરને મળવા માટે ગયો હતો. જ્યારે તેઓ બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર પતિ-પત્ની ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. અકસ્માતની ઘટના બની આબાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તેમને આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા પતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન સત્ય પ્રકાશનું મૃત્યુ થયું હતું. જ્યારે સત્ય પ્રકાશની પત્ની નેહાની સારવાર હોસ્પિટલમાં આઇસીઓમાં ચાલી રહે છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સત્ય પ્રકાશ અને નેહાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. બંનેનું લગ્ન જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું.

શનિવાર એટલે કે આજરોજ સત્યપ્રકાશની બહેનના લગ્ન હતા. બહેનના લગ્નના એક દિવસ પહેલા જ ભાઈની અર્થી ઉઠતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બનવાના કારણે લગ્નની ખુશીઓમાં માતમ છવાયો છે. શુક્રવારના રોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સત્ય પ્રકાશના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું.

લગ્નમાં બહેનની ડોલી ઉઠે તે પહેલા ભાઈની અર્થે ઉઠતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃત્યુ પામેલા સત્ય પ્રકાશની સાત મહિનાની ગર્ભવતી પત્ની હજુ પણ જીવણ મરણ વચ્ચેની લડાઈ લડી રહી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો