સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતાં પટેલ યુવકે ત્રીજા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું…જુઓ લાઈવ સુસાઈડનો વિડીયો…

Published on: 6:14 pm, Fri, 25 November 22

સુરત શહેરમાં દિવસેને દિવસે ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટકાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા યોગી જેમ્સના ત્રીજા માળેથી નીચે કૂદીને એક રત્નકલાકારે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે રત્નકલાકાર ઉપરથી નીચે પડે છે.

આ બનાવમાં મૃત્યુ પામેલા રત્નકલાકાર પર ચોરીની આાળા મૂકી અન્ય કારીગરો સામે તેના કપડા કઢાવી બળજબરીપૂર્વક લખાણ લેનાર કારખાનાના માલિક અને બે મેનેજર વિરુદ્ધ જીવ ટૂંકાવાની દુષ્પ્રેરણાનો ગુનો કારખાનાના સીસીટીવી ફૂટેજમાં ખુલાસાના પગલે ઘટનાના અઢી મહિના બાદ નોંધાયો છે. હાલમાં આ જીવ ટૂંકાવાના ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મૃત્યુ પામેલા વ્યક્તિના ભાઈ કિરણભાઈ દિવ્યભાસ્કરની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આ કેસમાં પોલીસે સતત બે મહિના સુધી યોગી જેમ્સના માલિક જીગ્નેશ અને બંને મેનેજરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને મેં અનેક વખત રજૂઆત કરી પરંતુ તેઓ માત્ર અકસ્માતનો મોતનો ગુનો નોંધીને તપાસ કરતા હતા. પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની આગળની તપાસ કરતી હતી નહીં.

છેવટે આ બધાથી કંટાળીને મેં જાતે તપાસ શરૂ કરી હતી અને કોર્ટમાં અરજી આપી હતી. 56 દિવસ બાદ કોર્ટ દ્વારા આ મારા ભાઈના જીવ ટૂંકાવાની ઘટનામાં કારખાનાના માલિક અને અન્ય બે મેનેજરો સામે ગુનો નોંધવા માટે કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૂળ ભાવનાગરના ગારીયાધાર ના રતનવાવના વતની અને સુરતમાં મોટા વરાછા શિવધારા કેમ્પસ ઘર નંબર 101 માં રહેતા 34 વર્ષીય કિરણભાઈ ચંદુભાઈ નાવડીયાના મોટાભાઈ 38 વર્ષે હાર્દિકભાઈ કાપોદ્રા માધવબાગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સ્થિત યોગી જેમ્સમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા.

9 ડિસેમ્બર ના રોજ કિરણભાઈ સાળંગપુર ખાતે દર્શન કરવા ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે તેઓ ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે તેમની ઉપર એક મહિલાનો ફોન આવ્યો હતો. તે મહિલાએ કિરણભાઈને જણાવ્યું હતું કે પગ લપસી જવાના કારણે હાર્દિકભાઈ ત્રીજા માળેથી નીચે પડી ગયા છે. કિરણભાઈ ઘરે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમના ભાઈ ઉપર ચોરીનો આરોપ મૂકીને કારખાનામાં તેમની પૂછપરછ કરવામાં આવતી હતી.

જેના કારણે તેમને ત્રીજા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પછી કિરણભાઈ આ અંગે યોગ્ય જેમ્સમાં જઈને પૂછપરછ કરી હતી પરંતુ તેમને કોઈ પણ પ્રકારનો સરખો જવાબ મળ્યો ન હતો. હાર્દિકભાઈના અંતિમ સંસ્કાર થઈ ગયા બાદ કારખાનાના સીસીટીવી ફૂટેજ માંગ્યા તો પણ તેમને સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા ન હતા.

પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને અકસ્માતનો ગુનો નોંધીને તપાસ કરતી હતી અને આરોપીઓને બચાવવાના પ્રયાસ કરતી હતી. છેવટે આ સમગ્ર ઘટનાને લઈને કિરણભાઈ કોર્ટમાં અરજી આપી અને કોર્ટે આરોપીઓ સામે ગુનો નોંધવા માટે કાપોદ્રા પોલીસને જણાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતાં પટેલ યુવકે ત્રીજા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું…જુઓ લાઈવ સુસાઈડનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*