કમાભાઈને ડાયરાઓ માંથી જેટલા પણ રૂપિયા મળે છે, તે બધા રૂપિયા કમાભાઈ આ જગ્યા પર દાન કરી દે છે…

Published on: 4:33 pm, Fri, 2 September 22

મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેઓ રાતોરાત ફેમસ થઈ ગયા છે. આપણે આજે કમાભાઈની એક અનોખી વાત કરવાના છીએ. તમને બધાને ખબર હશે કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ડાયરા થાય ત્યાં કમાભાઈની હાજરી હવે ફરજિયાત બની ગઈ છે. ડાયરામાં મોટી સંખ્યામાં લોકો કમાભાઈ ને જોવા માટે આવે છે.

કમાભાઇનું નામ કિર્તીદાન ગઢવીના ડાયરા માંથી ફેમસ થયું હતું. આજે કમાભાઇનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ફેમસ છે. કિર્તીદાન ગઢવીના તમામ ડાયરાઓમાં કમાની હાજરી જરૂર હોય છે. આ પહેલા પણ તમે કમાના સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો જોયા હશે.

તમે સોશિયલ મીડિયામાં કમાની રોયલ એન્ટ્રીનો પણ વિડીયો જોયો હશે. તમે ઘણા બધા એવા કાર્યક્રમો જોયા હશે જેમાં કમાભાઈને બધા લોકો પૈસા આપતા હોય છે. કમાભાઇને ડાયરામાં કે કાર્યક્રમમાં જે કોઈ રૂપિયા આપે તે રૂપિયા કમાભાઈ પોતાની પાસે નથી રાખતા.

કમાભાઈ આ પૈસા ભેગા કરીને કોઠારી ગામમાં આવેલી ગૌશાળામાં જાય છે અને ત્યાં બધા રૂપિયાનું દાન કરી નાખે છે. મિત્રો કમાભાઈના આ કાર્યને એક સલામ જરૂર કરજો. કમાભાઈની આ વાત લોકોને ખૂબ જ પસંદ આવી છે અને સોશિયલ મીડિયામાં લોકો ચારેય બાજુ કમાભાઈ ના કાર્યોના વખાણ કરી રહ્યા છે.

આવી જ રીતે તેઓ ખૂબ જ મોટા સેવાભાવી છે. કમાભાઈના આ દાનની વાત રાજભા ગઢવી પોતાના એક કાર્યક્રમમાં કરી હતી. મિત્રો કમાભાઈ ને થોડાક સમય પહેલા કોઈ નહોતું ઓળખતું આજે દેશ વિદેશમાં પણ તેમના ચાહકો છે. આજે ઘણા બધા કાર્યક્રમોમાં કમાભાઈ ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કમાભાઈને ડાયરાઓ માંથી જેટલા પણ રૂપિયા મળે છે, તે બધા રૂપિયા કમાભાઈ આ જગ્યા પર દાન કરી દે છે…"

Leave a comment

Your email address will not be published.


*