લગ્નના 12 કલાક પહેલા જ વરરાજાને ગામની બહાર એક ટ્રેક્ટર અડફેટેમાં લીધો, લગ્ન પહેલા જ વરરાજાનું મૃત્યુ…

Published on: 2:20 pm, Mon, 15 November 21

રાજસ્થાની એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાન ભીલવાડા જિલ્લાના જહાઝપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારના રોજ એક ટ્રેકટર ચાલકે 23 વર્ષના યુવકને અડફેટેમાં લીધો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

અને રવિવારના રોજ રાત્રે તેના લગ્ન હતા. વરરાજા ના લગ્ન પહેલાં જ તેનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ સમગ્ર ઘટના બનતા જ ગામના લોકો અને સંબંધીઓ મૃતદેહને SDM ઓફિસની બહાર પહોંચ્યા અને ત્યાં ધારણા પર બેસ્યા હતા.

મળતી માહિતી અનુસાર સરસીયા ગામમાં રહેતા સરદાર મીણાની રવિવારે રાત્રે લગ્ન હતા. તે વ્યવસાયમાં ફોટોગ્રાફીનું કામ કરે છે. શનિવારના રોજ તે એક લગ્નમાં ઓર્ડર માં ગયો હતો.

જ્યારે તે ઓર્ડર પૂરો કરીને સવારના સમયે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે એક ટ્રેક્ટર ચાલકે ગામની નજીક તેને આડફેટેમાં લીધો હતો. આ ઘટના બન્યા બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોને વળતર ની માંગણી કરી હતી.

અને તેના કારણે મોટો હોબાળો મચી ગયો હતો. આ ઘટના બનતા જ સ્થળ પર હાજર અધિકારીઓએ પરિવારના સભ્યોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના લગભગ સવારના આઠ વાગ્યાની આસપાસ બની હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક તેના પિતાનો એકમાત્ર પુત્ર હતો. લગભગ આ ઘટના સવારના આઠ વાગ્યાની આસપાસ બની હતી. લગ્ન પહેલા જ વરરાજા નું કરૂણ મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!