વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં મળી શકે છે સારા સમાચાર, પ્રાથમિક શાળાઓ શરૂ કરવાને લઈને શિક્ષણમંત્રી નું મોટું નિવેદન

Published on: 9:18 am, Tue, 16 November 21

રાજ્યમાં નજીકના દિવસોમાં જ ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ શકે છે. રાજકોટમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ બાદ મીડિયા ની સાથે વાતચીતમાં શિક્ષણ મંત્રી

જીતુ વાઘાણી કહ્યું કે ટૂંક જ સમયમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે શાળા ના વર્ગો શરૂ કરાશે.રાજકોટ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મોહન કુંડારિયા નું નામ બાકાત રખાતા ભાજપમાં આંતરિક

જૂથવાદ ની વાતો વહેતી થઈ હતી. સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપમાં ફરીથી આંતરિક જૂથવાદ ના દર્શન થયા છે. કાર્યક્રમમાં સ્ટેજ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે ધારાસભ્ય ગોવિંદ પટેલ પહોંચ્યા હતા.

ગોવિંદ પટેલ વિજય રૂપાણી સાથે ચર્ચા કરી હતી તેજ સમય સાંસદ રામ મોકરિયા પણ ત્યાં પહોંચતા વિજય રૂપાણીએ તેની બેસી જવાનો ઇશારો કર્યો. સ્ટેજ પર ત્રણેય નેતાઓની ચર્ચા ના કારણે ફરી રાજકોટ ભાજપમાં જૂથવાદ ના સમાચાર વહેતા થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!