જેઠાલાલે પોતાના 37 વર્ષ જુના ફોટા શેર કર્યા, તમે આ ફોટા જોતા જ ચોંકી જશો

Published on: 4:17 pm, Fri, 14 August 20

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ નું સૌથી મહત્વનું પાત્ર જેઠાલાલની અભિનય અને કોમેડી વિશે કોને ખબર નથી? શોને પસંદ કરતા દરેક ચાહકો તેની ખૂબ જ પ્રશંસા કરે છે . જેઠાલાલ એટલે કે દિલીપ જોષી એક ફોટો શેર કર્યો છે. જેમાં તે એકદમ અલગ દેખાઈ રહ્યા છે. તેઓને ઓળખવા માટે પણ મુશ્કેલ છે.

આ સીરિયલના જેઠાલાલ એટલે કે દિલીપ જોષી એ ફોટો શેર કર્યો છે. જે ખૂબ જ જૂનો છે. તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર તેનો ફોટા વિશે માહિતી આપી છે. તેને લખ્યું છે કે કોઈકે કહ્યું હતું કે થો બ્રેક ગુરુવાર ચાલી રહ્યું છે. તેથી હું આ ફોટો મૂકી રહ્યો છું.

દિલીપ જોશી લખે છે કે આ ફોટો 1983નો છે. જુહુમાં પૃથ્વી થિયેટરમાં અમારા નાટક ‘ખેલૈયા’ ના મંચ પહેલા આ ફોટો ક્લિક કર્યો હતો . તેની સાથે અનેક યાદો જોડાયેલી છે. નાટક ના સદસ્યો ખાસ કરીને ચંદુભાઈ, પરેશભાઈ અને મહેન્દ્ર જોશી સાથેની ઘણી યાદો જોડાયેલી છે.

દિલીપ જોષીએ બે ફોટા શેર કર્યા છે. જેમાં તે બંને ફોટા બ્લેક એન્ડ વાઈટ છે. પહેલા ફોટામાં દિલીપ જોશી દાઢીવાળા છે અને બીજા ફોટામાં તેને સ્ટાઈલિશ લુક અપનાવ્યો છે. માથા પર ટોપી ,જીન્સ જેકેટ, ખુલ્લા બટન વાળા શર્ટ . દિલીપ જોશી ના ચાહકો પણ આ ફોટો જોઇને એકદમ ચોંકી ગયા કેમ કે જેઠાલાલ એકદમ અલગ અંદાજમાં અત્યારે હાલમાં દેખાઈ રહ્યા છે.