શાળા-કોલેજ ને લઈને કેન્દ્ર સરકારે કરી મોટી સ્પષ્ટતા, જાણો વિગતવાર

368

કોરોનાવાયરસ ને કારણે સરકારે દેશની તમામ સ્કૂલો ને 31 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ આપેલ છે .31 ઓગસ્ટ બાદ શાળા કોલેજ બંધ રાખવી કે ખોલવા તેના પર સરકારે હાલમાં કોઈ નિર્ણય લીધેલ નથી . ત્યારે એક સમાચાર એજન્સી એ કેન્દ્ર સરકારને ટાંકીને પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે સ્કુલ કોલેજ ડિસેમ્બર સુધી બંધ રહેશે . આ અહેવાલ બાદ સરકારે આવા અહેવાલ ને ખોટા ગણાવ્યા છે.સરકારની ફેક્ટ ચેક ની ટીમ અનુસાર આવા અહેવાલ ખોટા છે. કેન્દ્ર સરકારે શાળા ખોલવાને લઈને હજી કોઈ નિર્ણય લીધેલ નથી.

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે સપ્ટેમ્બરમાં સરકાર શાળા અને કોલેજ ખોલવાને લઈને સંમતિ આપી શકે છે. પહેલી સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજ ખોલવામાં આવે એવી શક્યતા છે . જોકે સરકારે એ વાતનું ખંડન કરતા કહ્યું હતું કે કોલેજ ખોલવાની કોઈ સમય મર્યાદા નક્કી નથી. દેશમાં અનલૉક નો આગામી તબક્કો 1 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ઓગસ્ટના અંતમાં ગાઈડ લાઈન જારી કરવામાં આવશે.

શાળા-કોલેજ ને લઈને માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ એક મોટો વર્ગ વિરોધમાં છે. અમેરિકામાં સોમવારે જારી થયેલા અમેરિકન એકેડમી ઓફ પિડીયાટ્રીક્સ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અત્યાર સુધી અમેરિકામાં 97000 બાળકો કોરોના સંક્રમિત છે . ત્યાર બાદ અમેરિકામાં સ્કૂલ ખોલવાનો પ્રસ્તાવ અટકાવી દેવામાં આવ્યો હતો . આ રિપોર્ટ પછી ભારત શિક્ષણ વિભાગે વ્યૂહરચના બનાવવાની તૈયારી કરી રહ્યા છે.