છોટા હાથી ટેમ્પામાં સવારે પિતા અને 8 વર્ષના દીકરા સાથે અચાનક એવું બન્યું કે…પિતા અને દીકરાએ એક સાથે દુનિયાને અલવિદા કીધી…!

Published on: 10:09 am, Mon, 19 September 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના નવાગામ નજીક છોટા હાથીમાં અચાનક જ ધડાકો થતા એક પિતા અને પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર સાયલા ના નવાગામ નજીક સીએનજી છોટા હાથીમાં અચાનક જ ધડાકો થયો હતો.

જેના કારણે છોટા હાથીમાં સવાર પિતા અને દીકરાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ સમગ્ર પથકમાં માતમ છવાઈ ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગામ પાસે અચાનક જ છોટા હાથી ટેમ્પામાં ધડાકો થયો હતો. જેના કારણે છોટા હાથીમાં સવાલ પિતા અને પુત્ર જીવતા ભડથું થઈ ગયા હતા.

આ દર્દનાક ઘટનામાં પિતા અને પુત્રનું એક સાથે મૃત્યુ થતાં સમગ્ર પથકના ચોકચાર મચી જવા પામી છે. અચાનક છોટા હાથીમાં કયા કારણોસર ધડાકો થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, છોટા હાથી ટેમ્પામાં અચાનક જ ગેસનો બાટલો ફાટતા આ દુર્ઘટના બની હતી.

આ ઘટનામાં છોટા હાથીમાં સવાર વિછીયા તાલુકાના ચિરોડા ગામના લાલજીભાઈ મોતીભાઈ ખોરાણી અને અમિતભાઈ લાલજીભાઈ ખોરાણીનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ પરિવારજનોમાં શોક lની લાગણી ફેલાઈ જવા પામી છે. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતા પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. ત્યારબાદ પિતા અને દીકરાના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યું હતું. પછી આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "છોટા હાથી ટેમ્પામાં સવારે પિતા અને 8 વર્ષના દીકરા સાથે અચાનક એવું બન્યું કે…પિતા અને દીકરાએ એક સાથે દુનિયાને અલવિદા કીધી…!"

Leave a comment

Your email address will not be published.


*