શું આજે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયેલો ઘટાડો, જાણો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ…

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી હતી ત્યારે દેશની જનતાને કોરોનાની મહામારી ની સાથે મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડી હતી. હાલમાં પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ દિવસેને દિવસે આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે.

ત્યારે સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના લેટેસ્ટ રેટ જાહેર કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. મંગળવારના રોજ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

સાથે ડીઝલની કિંમતમાં પણ પ્રતિ લીટર 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.49 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 88.92 રૂપિયા થયો છે.

દેશમાં 19 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. તેમાં જમ્મુ કશ્મીર, ઓરિસ્સા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને લદાખ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશમાં મહાનગરોની વાત કરીએ તો મુંબઈ, બેંગ્લોર અને હૈદ્રાબાદ માં પણ પેટ્રોલ પ્રતિ લીટર કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

દિલ્હી પેટ્રોલ 101.49 રુપિયા અને ડીઝલ 88.92 રુપિયા પ્રતિ લિટર, ભોપાલ પેટ્રોલ 109.91 રુપિયા અને ડીઝલ 97.72 રુપિયા પ્રતિ લિટર, મુંબઈ પેટ્રોલ 107.52 રુપિયા અને ડીઝલ 96.48 રુપિયા પ્રતિ લિટર, કોલકત્તા પેટ્રોલ 101.82 રુપિયા અને ડીઝલ 91.98 રુપિયા પ્રતિ લિટર.

ચેન્નાઈ પેટ્રોલ 99.20 રુપિયા અને ડીઝલ 93.52 રુપિયા પ્રતિ લિટર, નોઈડા પેટ્રોલ 98.79 રુપિયા અને ડીઝલ 89.49 રુપિયા પ્રતિ લિટર, જયપુર પેટ્રોલ 108.42 રુપિયા અને ડીઝલ 98.06 રુપિયા પ્રતિ લિટર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*