રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારતીય વાયુસેનાનું એક ફાઈટર પ્લેન નું અકસ્માત, પ્લેનના પાયલટ…

Published on: 10:31 am, Thu, 26 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને કેટલા તમે પ્લેનના પણ અકસ્માત જોયા હશે. ત્યારે તેવી જ ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના રાજસ્થાનના બાડમેર જિલ્લા ની છે. મળતી માહિતી મુજબ ગઈકાલે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારતીય વાયુસેનાનું એક ફાઈટર પ્લેન નું અકસ્માત થયું હતું.

મળતા અહેવાલ મુજબ અકસ્માત થયેલા મિગ-21 બાઈસન ફાઈટર પ્લેનના પાયલટ સુરક્ષિત છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત ટ્રેનિંગ દરમિયાન થયું છે. મળતી માહિતી મિગ-21 બાઈસન પોતાના રૂટ ની ઉડાન પર હતું.

ત્યારે અચાનક જ ફાઈટર પ્લેન સાથે આ અકસ્માત થયું હતું અને પ્લેન રાજસ્થાનના બાડમેર માં તૂટીને પડ્યું હતું. આ સમગ્ર અકસ્માતમાં પાયલટ સુરક્ષિત છે. એરફોર્સ ઇન્કવાયર માટે એક ટીમ બનાવી છે.

આ સમગ્ર ઘટના બનતાં સ્થાનિક લોકો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. જ્યારે ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેનનું અકસ્માત થયું ત્યારે કેટલા ઝૂંપડામાં આગ લાગી ગઈ હતી

ફાઈટર પ્લેન માં આગ લાગે તે પહેલા જ પાલલટ સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર નીકળી ગયા હતા. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના બુધવારના રોજ સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી.

મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાના પ્લેનના પાયલટ ને તાત્કાલિક સારવાર માટે ગામના લોકો દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારતીય વાયુસેનાનું એક ફાઈટર પ્લેન નું અકસ્માત, પ્લેનના પાયલટ…"

Leave a comment

Your email address will not be published.


*