એક કાર અને આર્મી ટ્રકનું થયું જબરદસ્ત અકસ્માત, 9 લોકોમાંથી 3ના મૃત્યુ…

Published on: 11:36 am, Thu, 26 August 21

આજકાલ અકસ્માતોની સંખ્યા ખૂબ જ વધી રહી છે. એક વ્યક્તિની બેદરકારીના કારણે અકસ્માતમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે તેવી ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના બુધવારના રોજ સાંજે જોધપુર અને જેસલમેર રોડ પરની છે.

મળતી માહિતી મુજબ જોધપુર અને જેસલમેર રોડ પર એક અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. અને છ લોકોને ઇજા પહોંચી છે. એક કારમાં નવ લોકો લોકદેવતા બાબા રામદેવને રામદેવરામાં જઈને પરત ફરી રહ્યા હતા.

તે દરમિયાન કાર જોધપુર થી 40 કિલોમીટર દૂર અગોલાઇ ગામ પાસે સામેથી આવતા એક આર્મી ટ્રક સાથે ટક્કર લીધી હતી. મળતી માહિતી મુજબ આર્મી ટ્રક જોધપુર થી જેસલમેર જઈ રહ્યો હતો.

તે દરમિયાન સામેથી આવતી 9 મુસાફરોથી ભરેલી કારે આર્મી ટ્રકને ટક્કર મારી હતી. ભરતી માહિતી અનુસાર ઝડપી કારના ચાલક વિરુદ્ધ દિશા માં થી આવતા વાહનને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેને કારણે અચાનક ટર્ન કર્યું હતું.

કાર ફૂલ ઝડપમાં હોવાના કારણે તેને કાર પર કાબુ ગુમાવ્યો હતો અને કાર આર્મી ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં સવાર તમામ લોકો કારની અંદર જ રહી ગયા હતા. આસપાસ ઊભેલા લોકોએ સખત મહેનત કર્યા બાદ કારમાં ફસાયેલા લોકોને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા.

અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા ત્રણ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હજુ પણ મૃત્યુ પામેલા અને ઇજા પહોંચેલા કોઈપણ વ્યક્તિની ઓળખ થઇ શકી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક કાર અને આર્મી ટ્રકનું થયું જબરદસ્ત અકસ્માત, 9 લોકોમાંથી 3ના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*