શું સાચું ઓક્ટોબરમાં ખુલસે થીયેટર? જાણો આ ન્યૂઝ પાછળ નું સત્ય

205

કોરોનાવાયરસ નું મહામારી ના લીધે મુશ્કેલ પડી ગયેલું જીવન હવે ધીરે-ધીરે પાટા ઉપર ચડી રહ્યું છે. સમગ્ર દેશભરમાં થિયેટર ખુલ્લી રહ્યા હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. અર્થવ્યવસ્થાને પાટા પર ચડાવવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર થિયેટરને લઈને થયેલા સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે ઓક્ટોબર મહિનાથી થિયેટર ખોલવાની યોજના કેન્દ્ર સરકાર બનાવી રહી છે.

જોકે, તપાસમાં આ સમાચાર ખોટા હોવાનું સામે આવ્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ના ફેકટ ચેકમાં આ સમાચાર ફેક અને પાયા વગરના હોવાનું સામે આવ્યું છે. એનો મતલબ એમ છે કે સરકાર થિયેટર ખોલવાની કોઈપણ પ્રકારની યોજના બનાવી રહી નથી.

એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેટલાક કડક નિયમો સાથે 1 ઓક્ટોબરથી ફરીથી થિયેટર અને સિનેમા હોલ ખોલવાનો આદેશ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!